અંગત બનેલા કરે જ્યાં ઉપાધિ ઊભી, એ દિલ વલોવી નાખે છે
દિલનું સમાધાન કરીકરી, ફરી દિલને એ હચમચાવી નાખે છે
પ્રેમની મર્યાદા જાય ઓળંગી, સમજણને પણ હલાવી નાખે છે
કોઈ વાતે સમજ સમજમાં ના ઊતરે, દિલને મૂંઝવી નાખે છે
સમજદારીના દાવા કરી ઊભા, સમજણને પણ ધોઈ નાખે છે
શંકાઓ મોટો ભાગ ભજવે, એમાં મુશ્કેલી ઊભી એ કરી નાખે છે
અસંતોષનો અગ્નિ પ્રજ્જવળે જ્યાં એમાં, ઊંધુંચત્તું કરી નાખે છે
કક્કાઓ ખુદના ઘૂંટે જ્યાં એમાં, ઘણુંઘણું એમાં ખોઈ નાખે છે
આવી ને આવી હાલતમાં, પ્રભુને પણ દુશ્મન ગણી નાખે છે
નાનો એવો તંત પણ જીવનમાં, સમજણને અટકાવી નાખે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)