કોઈ બૂરું નથી કોઈ ભલું નથી, ભલા બૂરાનો કરનાર જ્યાં તું ને તું છે
હતો કર્મનો દોર જ્યાં હાથમાં તારા, ઢીલો મૂકનાર તો એને જ્યાં તું ને તું છે
ઇચ્છાઓએ નાખ્યાં ભલે વિઘ્નો, છૂટો દોર આપનાર એને જ્યાં તું ને તું છે
સમજણ જાગી ના જાગી મનમાં, એનો રે ભૂંસનાર તો જ્યાં તું ને તું છે
માયાએ મારી લપડાકો ઘણી જીવનમાં, પાછળ દોડનાર એનો જ્યાં તું ને તું છે
મળી પળ-બે પળની શાંતિ, સમર્યા ના પ્રભુને, તરછોડનાર એને જ્યાં તું ને તું છે
જાગ્યા ના જાગ્યા સુવિચારો મનમાં, જીવનમાં રોકનાર એને જ્યાં તું ને તું છે
પાપી ના હતું ના જ્યાં હૈયું તારું, ભર્યાં પાપો, પોષનાર એને જ્યાં તું ને તું છે
સર્જી જીવનમાં હકીકતોને, રહ્યો એમાંથી ભાગનારો જ્યાં તું ને તું છે
જોયા દોષો અન્યમાં, ના જોયા ખુદમાં, સંબંધોનો તોડનાર જ્યાં તું ને તું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)