સુખની ચાવી તો છે પાસે તારી, જીવનમાં સુખનું તાળું તો ખોલ
હરિનામનું છે અમૃત તો સાચું, દિલથી દિલમાં હરિહરિ બોલ
મોહમાયાથી લપેટાઈ જીવનમાં, ગુમાવ્યું જીવન તો અણમોલ
દિનરાત ઘટતું રહ્યું છે આયુષ્ય, હરેક ક્ષણ સાચી રીતે તોલ
લોભ-લાલચના બંધનમાં બંધાઈ, ગુમાવ્યું જીવન તો અણમોલ
રાગદ્વેષમાં રહ્યો જીવનભર ડૂબી, બોલ્યો ના હરિહરિ બોલ
મળશે ના માનવદેહ વારેઘડીએ, ગુમાવ્યું જીવન તો અણમોલ
પ્રેમથી કર્યાં ના જગમાં પ્યારા કોઈને, બને ના પ્યારા એમાં પ્રભુ કાંઈ
સ્મરણ ચૂકી વીતાવ્યું જીવન, ગુમાવ્યું જીવન તો અણમોલ
પ્રભુનામનું રટણ છે એક જ સાચું, સુખનું તાળું એનાથી ખોલ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)