મનનો મોરલો ખૂબ નાચ્યો, આજ એને તો થકાવ
ના રોક્યો એ તો કોઈથી રોકાય, આજ એને તો થકાવ
તારા પ્રેમને તો ના દાદ એ આજ એને પ્રેમમાં ડોલાવ
પ્રેમ પિંજરમાં એને છે પૂરવું, પાકું પિંજરું એનું બનાવ
જોજે દોડાવે ના એ તને, તારી સાથે ને સાથે એને દોડાવ
ઠરીઠામ ના એ રહેશે રહેવા દેશે, ઠરીઠામ એને તો બનાવ
ઘસડી રહ્યો છે તને એ જ્યાં ને ત્યાં, હવે એને રોકાવ
ફર્યો ખૂબ તું એની દુનિયામાં, એને હવે તારી દુનિયામાં ફરાવ
મિત્ર બનજે તું એનો, ના એને તું તારો દુશ્મન બનાવ
નાથવા એને સમજદારીને સંકલ્પનું તો હથિયાર ઉપાડ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)