આકાશનાં વાદળ નજરોથી દેખાય, નજરોનાં વાદળ નહીં દેખાય
પવનથી કે વરસી વાદળ ખાલી થાય, વહાવી અશ્રુ નજર ખાલી થાય
દિલમાં છવાયેલું ધુમ્મસ તો નજરોમાં જલ્દીજલ્દી પહોંચી જાય
જીવનમાં નજરોમાં ધુમ્મસ છવાય, જોવા જેવું નજરોથી નહીં દેખાય
સમજદારીનો દિલમાં જ્યાં પ્રકાશ પથરાય, સાચું નજરને ત્યાં દેખાય
ધરતીમાંથી બનેલું તનડું, કંઈક ગુણો ધરતીના ધરાવતું જાય
મોસમેમોસમ ધરતીમાં બદલાય, ના તનડું એમાં બાકી રહી જાય
તડકો ને છાંયડો મળે ધરતી પર, જીવનમાં સુખદુઃખના છાંયડા પડતા જાય
સૂર્યના તાપથી ધરતી તપી જાય, વરસાદમાં ધરતી ભીંજાઈ જાય
સુખની વર્ષામાં તનડું નહાય, નિરાશાનાં વાદળોમાં મનડું તપી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)