તું માલિક મટી ગુલામ બન્યો, કેમ ખેદ તને એનો નથી
મનનો માલિક બનવાને બદલે, રહ્યો જીવનભર ગુલામ બની
બુદ્ધિના માલિક રહેવાને બદલે, શાને રહ્યો એનો ગુલામ બની
વિચારોનો માલિક હતું બનવું, શાને એનો ગુલામ ગયો બની
ભાવ દોડે પાછળ તું દોડયો, માલિક મટી શાને ગુલામી કરી
કર્મો રહ્યાં જીવનભર ઘસડતાં, જીવનમાં કાબૂ એના પર ખોયો
ઈન્દ્રિયો ખેંચે ત્યાં ખેંચાયો, માલિક મટી ગુલામ શાને બન્યો
ઇચ્છાઓ રહી ખેંચતી જ્યાં ને ત્યાં, માલિક મટી ગુલામ એનો બન્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)