છે યાત્રા સહુની ખુદને જાણવાની, ખુદને પામવાની, ખુદમાંથી ખુદા બનવાની
છે યાત્રા સહુની અધૂરી, નહીંતર ખુદાથી સહુની ખુદાઈ તો ટકરાવાની
મનગમતા મારગે સહુ ચાલ્યા, રસ્તે રસ્તે રહ્યા સહુ તો ફંટાતા
અધૂરપની યાત્રા ના પૂરી થવાની, અધૂરપ તો ના કબૂલ કરાવાની
સમજી શોધ્યા રસ્તા જેણે, છે જરૂર રસ્તા એ તો અપનાવવાની
ચાહે સુખદ યાત્રા સહુ સહુની, હિંમત નથી કોઈના ચીંધે મારગે ચાલવાની
છે નિયમો તો આ યાત્રાના, છે જરૂર તો એને આ પાળવાની
જે સમજ્યા ચાલ્યા જે એ મારગે, સહુનાં મુખે એક જ વાત નીકળવાની
કરો સાકાર કે નિરાકાર દર્શન, મંઝિલ બંનેની તો એક રહેવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)