રાહ જોઈ રહી છે માતા, મૂરત બનીને એ તો
આવે એવો કોઈ ક્યારે પથ્થરમાં પણ પ્રાણ પૂરે
રાહ જોઈ રહી છે એ તો, પથ્થરમાં પણ શ્વાસ લેવરાવે
મળતો નથી આજ કોઈ એવો, મૂરતમાં પણ શ્વાસ લેવરાવે
રાહ જોઈ રહી છું એવાની, સામે બેસી ભોજન એને ખવરાવે
તરસ છે એવા પ્યારની, આવી પ્યારથી જળ પીવરાવે
જોઈ રહી છું રાહ એવા બાળની, મૂરતમાં નથડી પહેરાવે
નથી ભક્ત આજ એવા, વગાડી ઢોલક નાચ નચાવે
નથી આજ તલ્લીનતા એવી, દ્વારપાળ મને જે બનાવે
મળતો નથી આજ એવો નરસૈંયો, ભાન ભૂલી હાથ જલાવે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)