બાંધીશ તને પ્રેમના દોરથી એવો રે માડી
ના તું એને છોડી શકીશ, ના તું એને તોડી શકીશ
મજબૂર કરીશ તને એવી રે માડી, મારું કહ્યું તું માને, તારું કહ્યું હું માનું
બાંધી કંઈકે તને પ્રેમના દોરથી, બાંધીશ તને, મારા જેવો ગોત્યે બીજો નહીં જડે
મારી ખુમારીનો સ્રોત છે તું, જોજે સ્રોત મારો ના અટકી જાય
જીવનના પોતને રાખવું છે શુદ્ધ માડી, જોજે ડાઘ ના એને લાગી જાય
ચમકતી હશે પ્રેમમાં આંખો તારી રે માડી, જોજે તેજ ના ઝંખવાઈ જાય
હશે પ્રેમમાં ડૂબેલું હૈયું મારું, જોઈને હૈયું તારું હેતે છલકાઈ જાય
જોતાં મુખડું મારું રે માડી, જોજે હૈયામાં તારા કરુણા ઊભરાઈ જાય
હેત જોઈ હૈયાનું મારું, જોજે હાથ તારા ભેટવા તૈયાર થાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)