આવો, આવો, આવો, તમે આજ આવો ને આવો
તમે આવો, આવી રાધાને સંગ તો તમે લાવો
આવી રાધા સંગ કનૈયા તમે દિવ્ય રાસ રચાવો
સાથે ગોપ-ગોપીઓને લાવી તમે રાસ રચાવો
આવી આજ તમે અહીં વૃંદાવન રચાવો
આવી આજ તમે અમને એવાં દર્શન આપો
દઈ દર્શન અમને એવાં દિલની પ્યાસ બુઝાવો
આવી વ્હાલા રે કાન મધુરી બંસૂરી તમે સંભળાવો
પહેરી મોરપીંછ મુકુટધારી, પીળી પીતાંબરી તમે આવો
આવી પાસે રે મારી, અમને એવાં રાસ રમાડો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)