મંઝિલે પહોંચવાની, પહોંચવાની પહોંચ ભલે નથી
અધવચ્ચે તૂટી પડવાની જીવનમાં કોઈ હોંશ નથી
સંસારસાગરમાં તરવાની જો કોઈ પહોંચ નથી
સંસારમાં ડૂબી જવાની પણ કોઈ હોંશ નથી
જીવનસંગ્રામ `મા' જીતવાની પહોંચ ભલે નથી
મેદાને જંગ `મા' હારવાની પણ કોઈ હોંશ નથી
મનની પેલે પાર જવાની પહોંચ ભલે નથી
મનના નચાવ્યા નાચ નાચવાની કોઈ હોંશ નથી
દુઃખદર્દને હાસ્યથી વધાવવાની પહોંચ ભલે નથી
બેબસ બની રહું આંસુ સારતો એવી કોઈ હોંશ નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)