Hymn No. 376 | Date: 19-Feb-1986
|
|
Text Size |
 |
 |
યુગો યુગોથી સાદ પાડી માડી, સૌને એની પાસે બોલાવે, હાથ ફેલાવી, રાહ એ તો જોતી, ક્યારે સૌ એની પાસે આવે પ્રેમનો કટોરો ભરી એ તો ઊભી, આવે એની પ્યાસ એ બુઝાવે, હાથ ફેલાવી, રાહ એ તો જોતી, ક્યારે સૌ એની પાસે આવે સૂતા હોય, એને એ જગાડતી, એની યાદ તો એને અપાવે, હાથ ફેલાવી, રાહ એ તો જોતી, ક્યારે સૌ એની પાસે આવે રાહ ભૂલેલાને રાહ બતાવી, સાચી રાહ તો એને સુઝાડે, હાથ ફેલાવી, રાહ એ તો જોતી, ક્યારે સૌ એની પાસે આવે પાપમાં ડૂબેલાના પાપને બાળી, પુણ્યપંથે એ તો એને ચડાવે, હાથ ફેલાવી, રાહ એ તો જોતી, ક્યારે સૌ એની પાસે આવે કૃપા કરી એ તો વચન દેતી, વચન એ તો સદા પાળે, હાથ ફેલાવી, રાહ એ તો જોતી, ક્યારે સૌ એની પાસે આવે હૈયે એ ભેદભાવ ન રાખતી, ભેદભાવ ભરેલાને દર્શન ન આપે, હાથ ફેલાવી, રાહ એ તો જોતી, ક્યારે સૌ એની પાસે આવે કૃપા જ્યારે વરસે એની, લંગડાને પણ એ પહાડ ચઢાવે, હાથ ફેલાવી, રાહ એ તો જોતી, ક્યારે સૌ એની પાસે આવે હૈયે ભાવ ભરીને જે એને પુકારે, દર્શન દેવા એ તો દોડી આવે, ન દેખાતી એ છતાં નીરખે સૌને, હેત સદા એ તો વરસાવે, હાથ ફેલાવી, રાહ એ તો જોતી, ક્યારે સૌ એની પાસે આવે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|