Hymn No. 377 | Date: 20-Feb-1986
|
|
Text Size |
 |
 |
મારે હૈયે આવી વસવું હોય, ત્યારે વસજે માડી, પણ જોજે દાનવ, આવી મારે હૈયે ના વસે તારે દેવું હોય ત્યારે તું દેજે માડી, પણ જોજે, હાથ ફેલાવી માગવું ના પડે તારે કરવું હોય તે તું કરજે મારું માડી, પણ જોજે, મારું ચિત્ત, તારા ચરણમાંથી ના હટે મારી ભૂલો, તારે માફ કરવી હોય ત્યારે કરજે માડી, પણ જોજે, ફરી ફરી ભૂલો મારાથી ના થાયે તારે તારવો હોય ત્યારે તું મને તારજે માડી, પણ જોજે, શ્વાસ મારા હવે ના છૂટે તારે દર્શન દેવા હોય ત્યારે તું દેજે માડી, પણ જોજે, મનડું મારું જ્યાં ત્યાં હવે ના ભમે તારે કૃપા કરવી હોય ત્યારે તું કરજે માડી, પણ જોજે મારા ઉપર અવકૃપા ના કરજે તારે મને યાદ કરવો હોય ત્યારે તું કરજે માડી, પણ જોજે તારું નામ મારા હૈયેથી ના છૂટે તારે કસોટી કરવી હોય તેટલી તું કરજે માડી, પણ જોજે મારો વિશ્વાસ તારામાંથી ના હટે તારે જ્ઞાન દેવું હોય ત્યારે તું દેજે માડી, પણ જોજે હૈયે મારા અજ્ઞાન ના રહે તારો પ્રેમ મને દેવો હોય ત્યારે તું દેજે માડી, પણ જોજે તારો ક્રોધ મારા પર ના કરજે તારે મારા પાપો બાળવા હોય ત્યારે બાળજે માડી, પણ જોજે મારેથી નવા પાપો ના થાયે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|