એક વાર, એક વાર, અજાણતાં પણ પ્રભુ આવો અમારા અંતરમાં
લાગશે ના તમને ત્યારે તો પ્રભુ આવ્યા છો તમે અજાણ્યા ધામમાં
જાણપહેચાન તો છે પુરાણી, જરા જુઓ તો ખરા તમે અજમાવી
જાણે-અજાણે અંતર તો અમારું કરી રહ્યું છે તમારી ઇન્તેજારી
આવતાંવેંત જ તમારા, જામી જાશે મહેફિલ તો મઝાની
આવી જાશે દિલને રે મારા યાદ, પહેચાન આપણી પુરાણી
સેવક બની સેવા કરીશું, રહેજો કરતાં તમે તમારી ઠકુરાઈ
આવો તો ખરા મહેફિલે દિલમાં, અરજી લ્યો અમારી સ્વીકારી
પ્રેમથી પાશું પ્રેમનાં રે પીણાં, પ્રેમથી કરીશું ચાકરી તમારી
ના વિચારો વધુ હવે, ના જોવડાવો રાહ, ચાલો આવો કરો તૈયારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)