કરવી છે અંતરની રે વાત માડી, કહું એ કોને તારા વિના
માંગું છું સાથ માડી તારો ને તારો, માંગું બીજો કોનો તારા વિના
રહ્યા વિશ્વાસે સદાય તારા, રહેએ વિશ્વાસે કોના, તારા વિના
રહી પાસે ને પાસે ને આવે સાથે, કોણ ખેલે ખેલ તારા વિના
નયન વિના પણ નીરખે અમને, કોણ કરી શકે આવું તારા વિના
વાણી વિના કહે ઘણુંઘણું, કોણ કરી શકે આવું તારા વિના
પલકમાં હતી ઝાંકી, થાય ઓઝલ કોણ કરી શકે આવું તારા વિના
શ્વાસેશ્વાસમાં મળે શ્વાસો તારા, ખીલે ભાગ્ય અમારાં તો તારા વિના
એક ને એક છે અદ્ભુત તું, બની શકે આવું કોણ તારાં વિના
સમાયું છે સર્વ તારામાં, છૂપાયેલી છે તું સર્વત્ર, કોણ કરી શકે તારાં વિના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)