મુક્તિની રાહ ગયો ચૂકી, મારી ને મારી ઇચ્છાઓએ બેધ્યાન બનાવ્યો
વધી ના શક્યો એ રાહ ઉપર જ્યાં, મારી ઇચ્છાઓએ મજબૂર બનાવ્યો
ભૂલી ગયો મારી રાહને જીવનમાં, મારી ઇચ્છાઓએ જ્યાં મને ભરમાવ્યો
બનવું હતું શક્તિનો પૂજક જીવનમાં, મારી ઇચ્છાઓએ દાસ મને બનાવ્યો
રાખવાં હતાં દુઃખદર્દને કાબૂમાં, મારી ઇચ્છાઓએ મને એમાં નમાવ્યો
બનવું હતું સુખ-સામ્રાજ્યનો સ્વામી, મારી ઇચ્છાઓએ મને દૂર ભગાવ્યો
શાંત ને સ્થિર રહેવું હતું જીવનમાં, મારી ઇચ્છાઓએ મને અસ્થિર બનાવ્યો
મુક્તપણે વિહરવું હતું, મારી ને મારી ઇચ્છાઓએ મને બંદી બનાવ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)