જોયું ના જોયું થાતું નથી, ઇન્તેજારી વિનાની રાત વીતતી નથી
પ્રણયનાં ફૂલ ખીલ્યાં ખીલતાં નથી, પ્રેમનું પીણું જ્યાં પાયું નથી
વસાવ્યા એવાં જ્યાં નયનોમાં, હૈયામાં ઊતર્યા વિના રહેવાતું નથી
ચાહે છે બહાર આવવા કોણ મીઠાં સ્વપ્નમાંથી, જ્યાં સ્વપ્નું મનગમતું હતું
શરમાયા તમે કેમ આવતા ને આવતા, હતાં દ્વાર ખુલ્લાં, ઘૂંઘટ જરા કેમ ઊંચકતા નથી
હોય ક્ષણ બે ક્ષણનું ભલે રે મિલન, ત્યાં વાદળોની કોઈ મજાલ નથી
હોય ભલે આકર્ષણ કુદરતી, તોય આકર્ષાયા વિના એમાં રહેવાતું નથી
થાવું છે જ્યાં તારે ને મારે એક, અરે એક બન્યા વિના રહેશે બધું અધૂરું
કહેવી હતી હૈયાની વાત તો ઘણીઘણી, જોતાં મુખડું હૈયાની હૈયામાં રહી ગઈ
આવે કે ના આવે, જાણી લેજે હૈયાના હાલ મારા, આવજે તું પાસે જ્યારે, તારા પણ હાલ થાય એવા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)