કહેવું આસાન છે, કરવું સહેલું નથી
છોડી અહં દિલથી, કહેવું સહેલું છે, છોડવું સહેલું નથી
રાખો મનને કાબૂમાં, કહેવું સહેલું છે, રાખવું એને સહેલું નથી
સત્યનું કરો પાલન જીવનમાં, કહેવું સહેલું છે, પાલન સહેલું નથી
એકચિત્ત બની ધરો ધ્યાન, કહેવું સહેલું છે, ધરવું સહેલું નથી
અલિપ્ત રહો જીવનમાં, કહેવું સહેલું છે, રહેવું સહેલું નથી
મુક્ત રહો માયામાંથી, કહેવું સહેલું છે, બનવું સહેલું નથી
રાખો મનને સદા આનંદમાં, કહેવું સહેલું છે, રાખવું સહેલું નથી
સમતા ધારણ કરો જીવનમાં, કહેવું સહેલું છે, ધરવી સહેલું નથી
અહિંસાનું પાલન કરો જીવનમાં, કહેવું સહેલું છે, પાળવી સહેલી નથી
કરો ના બળાપો જીવનમાં, કહેવું સહેલું છે, પાલન સહેલું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)