સ્થિરતા કાજે જીવનમાં સહુ મથે છે ને મથે છે,
તો કઈ ચીજ સ્થિર ના રહેવા દે છે, ના એ સમજે છે
વહે છે અનેક પ્રવાહો જીવનમાં તો એના,
એમાં ને એમાં એ તણાતા ને તણાતા રહે છે
કરી કોશિશો સ્થિર રહેવા એમાં ને એમાં,
જીવનમાં એમાં ને એમાં એ તો થાકે છે
પ્રવાહ ને પ્રવાહમાં રહે છે તણાતા ને તણાતા,
ના જીવનમાં મૂળ એમાં એ તો શોધે છે
મનના નચાવ્યા નાચ્યા સદા જીવનમાં એમાં ને એમાં જીવનભર,
એ નાચે છે ના સ્થિર એમાં એ રહે છે
વિચારો ને વિચારોમાં એ જકડાય છે,
ના સ્થિર જીવનમાં એમાં એ તો રહે છે
સ્વભાવની સંગે સંગે રાહ એની વારેઘડેએ બદલે છે,
ના સ્થિર એમાં એ તો રહે છે …
પોતાની વૃત્તિઓને સદા જે પંપાળે ને પંપાળે છે,
જીવનમાં ના એ સ્થિર રહે છે
સ્થિરતા દેવાવાળો છે એક જ પ્રભુ,
ના દૃષ્ટિ એના પર એ તો દોડાવે છે
પોતાની નબળાઈઓ ઢાંકવા જીવનમા,
દોષ અન્ય પર એ તો જીવનમાં દેતા ને દેતા આવે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)