છું તારાં રે જળમાં તરતી ને તરતી તારી માછલી,
અરે રાખી છે તારાં જળમાં તરતી
દીધું છે જીવન આગલું ને પાછલું, રહી છે મને ભુલાવતી ને ભુલાવતી,
તારાં ને તારાં જળમાં તરતી ને …
શીખવ્યું છે તે તો તરતાં મને, પણ અહં રહ્યો છે મને એમાંને એમાં ડૂબાડી,
પણ છું તારાં રે જળમાં તરતી ને તરતી તારી માછલી…
ચાહું ના ચાહું હું જીવનમાં, છે મને બધું કરાવતી ને કરાવતી,
તારા જળમાં રાખી છે મને તડપાવતી …
જળમાં રાખું આંખ ખુલ્લી, બહાર રાખું આંખ ખુલ્લી,
રાખું જળમાં કે બહાર, નીકળું ત્યારે રાખે આંખ તું મારી ખુલ્લી
દીધી છે તેં મને એવી આંખડી, તારા ને તારા સંગે રાખે મને તું તારાં જળમાં તરાવતી,
છું તારાં ને તારાં જળમાં તરતી ને તરતી તારી માછલી…
રાખે છે તારાં ને તારાં જળમાં બીજી માછલી,
રહીએ છીએ એમાં ને એમાં કરતાં ધમાચકડી
બનાવી છે તમને એવી, સ્પર્શી ના શક્યું તારું જળ તો મને,
બનાવી છે અલિપ્ત મને એવી, છું તારાં ને તારાં જળમાં તરતી ને તરતી તારી માછલી …
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)