ચિત્ત અમારું ચોરનારી, ચિત્તમાં અમારા તું જોડાઈ નથી
કહેતાં ભલે મૂંઝાઈએ હૈયામાં, હૈયામાં તોય કહ્યા વિના રહેવાના નથી
યાદ રહે કે ન રહે તું યાદમાં અમારી, યાદ અમારી બરાબર ઘસાઈ નથી
આવે કે ના આવે પાસે તું અમારી એમાં, અમને કાંઈ એમાં નવાઈ નથી
ચડાવવાં છે તને ભાવોનાં ફૂલ અમારે, ભાવોનાં ફૂલ વિના ખાલી તને રાખવી નથી
સમાજે દિલમાં તું એવી રે માડી, સમાયા વિના તું રહેવાની નથી
ભલે તને અમે ગમીએ કે ના ગમીએ એવા સહી, તારા બન્યા વિના રહેવાના નથી
રહીશ રમત રમતી સદા જીવનમાં તું, અમારી જુદાઈની રમત હવે રમવાની નથી
ભરીશ ના જો સદ્ગુણો અમારા જીવનમાં, એમાં કાંઈ તારી કોઈ કદરદાની નથી
હવે સંભાળજે માડી અંતિમ સૂરો જીવનમાં, તારે ને મારે કોઈ લડાઈ નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)