કરુણતા તો જુઓ, શોધીએ છીએ જેને છે પાસે ને પાસે, સાથે ને સાથે ગોતી શકતા નથી
નજરની બહાર નથી કોઈ જેના, છૂપાવવાવી કોશિશો કર્યાં વિના રહ્યા નથી
વહે બધે એની પ્રેમની ધારા, જીવનમાં તોય એને પી શકતા નથી
અહં વર્તાવે કાળો કેર જીવનમાં, તોય સહજતાથી એને છોડી શકતા નથી
રહેતા ને જીવતા આવ્યા દંભમાં, દંભ ત્યજી નિર્મળતામાં રહી શકતા નથી
પૈસાથી વશ કરવા જગમાં સહુ દોડે, પ્રેમથી વશ કરવું શીખ્યા નથી
સુખસગવડ પાછળ એવા દોડયા, સત્યને સ્વીકારી શક્યા નથી
હક્કદાવા કરવામાં એવા પારંગત થઈ ગયા, સમર્પણ શું છે એ ખબર નથી
સ્વાર્થ સાધવામાં રહ્યા એવા, પ્રેમની પરિભાષાની કોઈ જાણકારી નથી
છીએ કોણ, આવ્યા ક્યાંથી ને જાશું ક્યાં એની ખબર નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)