કોણ મને સમજાવે, કોણ મને એ સમજાવે
બન્યો જિદ્દી કેમ જીવનમાં, કોણ કારણ સમજાવે એને તોડાવે
સુકાયાં હૈયા શા કારણે, કોણ પાછું એને વહાવે
ચડયું છે ચકરાવે જીવન, કોણ એને તો અટકાવે
ગઇ છે વિસરાઈ ભક્તિ હૈયેથી, કોણ એને જગાવે
ભરેલું છે હૈયું દુઃખદર્દથી, કોણ એને તો ભુલાવે
શુષ્ક બનેલા મારા જીવનમાં, હાસ્ય ફરી કોણ રેલાવે
ભુલાયું અસ્તિત્વ મારું, કોણ અસ્તિત્વ મારું પાછું યાદ દેવડાવે
રમત રમાડી એ ભાગ્યે અને ભાવે, કોણ મને એમાંથી બચાવે
અધૂરપ ને અધૂરપમાં રહ્યો અટવાતો, કોણ મને પૂર્ણ બનાવે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)