જેના દિલમાં રામ નથી, એનું જીવન એ જીવન નથી
જેના જીવનના રામ રમી ગયા, જીવન એનું રહેતું નથી
જેના દિલમાં રામ વસ્યા, એના જેવું ઉત્તમ દિલ બીજું નથી
રામ સુધારે જીવન જેનું, કોઈ જીવન એનું બગાડી શકતું નથી
રહેશે રામ જેમાં રાજી, જગમાં એ બન્યા વિના રહેવાનું નથી
જેના ઉપર રામની મહેર ઊતરે, જગ મહેર કર્યાં વિના રહેવાનું નથી
રાખી પાસે દિલથી આશ રામની, પૂરી એ કર્યાં વિના રહેતા નથી
રામ બની સંપત્તિ જેની જીવનમાં, એ ધનવાન વિના બીજું કોઈ નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)