Hymn No. 385 | Date: 24-Feb-1986
હૈયું સમજ્યું ના સમજાય, એ તો અનુભવે વંચાય
haiyuṁ samajyuṁ nā samajāya, ē tō anubhavē vaṁcāya
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1986-02-24
1986-02-24
1986-02-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1874
હૈયું સમજ્યું ના સમજાય, એ તો અનુભવે વંચાય
હૈયું સમજ્યું ના સમજાય, એ તો અનુભવે વંચાય
એ તો ભાવે-ભાવે ભીંજાય, તોય એ તો કોરું રહી જાય
કદી એ તો રહે સૂકું, કદી ભરતી-ઓટમાં એ તણાય
જ્યારે પ્રેમમાં રહે એ ડૂબ્યું, એ સાનભાન ભૂલી જાય
કડવા-મીઠા અનુભવો લઈ, એ તો અનુભવે ઘડાય
શાંતિ માટે રહેતું ફરતું, એ તો અશાંત બહુ-બહુ થાય
`મા' ની ભક્તિના સ્પર્શે રાચ્યું, જગનું સુખ એણે છોડ્યું
ફરી-ફરી ત્યાં એ દોડ્યું જાય, હવે ત્યાંથી હટ્યું ના હટાય
મારું-તારું એ તો ભૂલ્યું, `મા' નાં ચરણમાં એ તો દોડ્યું
ત્યાંથી હવે એ બીજે ન જાય, `મા' ના સુખમાં સદા નહાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
હૈયું સમજ્યું ના સમજાય, એ તો અનુભવે વંચાય
એ તો ભાવે-ભાવે ભીંજાય, તોય એ તો કોરું રહી જાય
કદી એ તો રહે સૂકું, કદી ભરતી-ઓટમાં એ તણાય
જ્યારે પ્રેમમાં રહે એ ડૂબ્યું, એ સાનભાન ભૂલી જાય
કડવા-મીઠા અનુભવો લઈ, એ તો અનુભવે ઘડાય
શાંતિ માટે રહેતું ફરતું, એ તો અશાંત બહુ-બહુ થાય
`મા' ની ભક્તિના સ્પર્શે રાચ્યું, જગનું સુખ એણે છોડ્યું
ફરી-ફરી ત્યાં એ દોડ્યું જાય, હવે ત્યાંથી હટ્યું ના હટાય
મારું-તારું એ તો ભૂલ્યું, `મા' નાં ચરણમાં એ તો દોડ્યું
ત્યાંથી હવે એ બીજે ન જાય, `મા' ના સુખમાં સદા નહાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
haiyuṁ samajyuṁ nā samajāya, ē tō anubhavē vaṁcāya
ē tō bhāvē-bhāvē bhīṁjāya, tōya ē tō kōruṁ rahī jāya
kadī ē tō rahē sūkuṁ, kadī bharatī-ōṭamāṁ ē taṇāya
jyārē prēmamāṁ rahē ē ḍūbyuṁ, ē sānabhāna bhūlī jāya
kaḍavā-mīṭhā anubhavō laī, ē tō anubhavē ghaḍāya
śāṁti māṭē rahētuṁ pharatuṁ, ē tō aśāṁta bahu-bahu thāya
`mā' nī bhaktinā sparśē rācyuṁ, jaganuṁ sukha ēṇē chōḍyuṁ
pharī-pharī tyāṁ ē dōḍyuṁ jāya, havē tyāṁthī haṭyuṁ nā haṭāya
māruṁ-tāruṁ ē tō bhūlyuṁ, `mā' nāṁ caraṇamāṁ ē tō dōḍyuṁ
tyāṁthī havē ē bījē na jāya, `mā' nā sukhamāṁ sadā nahāya
English Explanation |
|
The heart does not understand after being explained, it will learn with experience
Though it is soaked in emotions, yet it remains dry.
Sometimes it remains dry , sometimes it is pulled by the tide.
When the heart is immersed in love, it forgets its consciousness.
It undergoes bitter sweet experiences, it will learn with experiences.
The heart wanders in search of peace, yet it remains very chaotic.
The devotion of 'Ma' the Divine Mother has touched it and it left the worldly pleasures.
Now it runs towards the worship of The Divine Mother, and it will not move from there.
It left the ego of 'You' and 'Me' and surrendered in the worship at the feet of the Mother.
The heart will not move away from there, it will ever bathe in the glory of the Divine Mother.
Here, Kakaji mentions that the heart after wandering in all directions, finally surrenders at the feet of the Divine Mother.
|