જાણીતા શત્રુઓ તો છે ઘણા સારા, રાખે છે ચોંકતા એનાથી સદા
અદીઠ એવા અંતરના શત્રુઓ તારા, રહ્યા છે મારતા ઘા એ ઘણાઘણા
દે છે સદા એ તો બનાવી તારા દિલને ધામ એ તો દુઃખનાં
મસ્ત રહે છે એ એની મસ્તીમાં, ચડાવે છે ચકરાવે મનને તો એમાં
દુઃખી કરવા પડતાં નથી કારણ જીવનમાં એને તો ગોતવા
છે આંખ સામેને સામે છે જે શત્રુઓ પડતા નથી એને તો ગોતવા
છૂપાયેલા છે જે અંતરમાં, શોધવા એને, પડશે ઊતરવું ઊંડે અંતરમાં
ગોતતાં એક શત્રુ, મળશે અનેક શત્રુઓ, દેશે નાખી એ અચરજમાં
કરીશ ના દૂર જો તારા શત્રુઓને ક્યાંથી પામી શકીશ તું સ્થિરતા
લગાડ ના વાર, ગુમાવ ના સમય, ગોતવા એને તારા જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)