ખોટાંખોટાં દો ના આશ્વાસનો દિલને, થાય છે લખાયું જે કિસ્મતને હાથ
સાથ મળ્યા કંઈકના તો જીવનમાં, કંઈકના અધવચ્ચે છૂટયા સાથ
પ્રેમતણા સાગરમાં તરે છે નાવ, પરપોટામાં ઉછળે એ તો નાવ
બુંદબુંદ પીવા તલસે હૈયું, ચોપાસ પ્રેમનો તો સાગર છલકાય
એક છે મંઝિલ એક મુસાફર છે, પાસે તો એકની એક નાવ
હોય ભલે સાગર ડામાડોળ, જીવનમાં પુરુષાર્થના હાથ હલાવ
દુઃખદર્દની દુનિયા બતાવે દીવાનો, તારી જાતને એમાં સંભાળ
લાગે જરૂર તને સહાયની, વિના સંકોચે માગ પ્રભુની સહાય
છે આધાર વિનાના સહુના એ આધાર, રહેવા ના દેશે નિરાધાર
હશે પોકાર જો ખુલ્લાં દિલની, કરશે ના આવવામાં એ તો વાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)