હૈયાના તાર મારા માડી, તારી ભક્તિથી ઝણઝણવા દે
હૈયાના ધબકાર મારા માડી, તારા નામથી ધબકવા દે
રોમેરોમને મારા માડી, તારી ભક્તિના આનંદથી ભરવા દે
શ્વાસેશ્વાસને મારા, તારી ભક્તિની ગરમીથી તપવા દે
મારી દૃષ્ટિને માડી, આજ તારી દૃષ્ટિથી મળવા દે
મારા હાથને માડી, તારા તાલમાં સાથ દેવા દે
મારા પગને માડી, તારા દ્વાર પાસે આજ પહોંચવા દે
મારા મનને માડી, તારામાં નિત્ય રમણ કરવા દે
મારા હૈયાના ભાવને માડી, તારા ભાવમાં ડૂબવા દે
મારી જીભને માડી, આજ તારું નામ સદા રટવા દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)