કરતાં ના આવડી સવારી મનના ઘોડા ઉપર, ના એને ઝાઝું નચાવો
તરતાં ના આવડે જો જીવનમાં અજાણ્યા જળમાં, ના ડૂબકી મારો
કરવાનું છે ઝાઝું જીવનમાં જેમ તેમ જગમાં, સમય ના વીતાવો
ઇચ્છાઓ જો થાશે ના પૂરી થાશો દુઃખી, ઇચ્છાઓ ઝાઝી ના જગાવો
વર્ચસ્વની ભાવના જગાવી, હુંપણા `મા' આકાશપાતાળ ના ગજાવો
કપટના ખેલ ખેલીને જીવનમાં, ભોળા હૈયાને ના સતાવો
સ્વાર્થનાં બાંધીને સગપણ, સ્વાર્થમાં જાતને ના વતાવો
માયાનાં બંધન બાંધીને મજબૂત, પ્રભુને ના વિસરાવો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)