ઘાટઘાટનાં પીવાં છે રે પાણી, રાખવી છે જાતને એમાં સાચવી
ઝીલવાં છે જીવનમાં અનેક વહેણ, રાખવી છે જાતને એમાં બચાવી
જાવું છે ખોવાઈ એમાં તો એવું, નથી જાતને તો એમાં બચાવવી
હરેક ક્ષણનું છે મહત્ત્વ જીવનમાં, કોઈ ક્ષણને નથી તો ગુમાવવી
હરેક ભાવોને મારા અંતરના, દેવા છે એને પ્રભુના અંતરના બનાવી
પરિસ્થિતિ ભલે બદલે જીવનમાં, જીવનની ચાલ મારે નથી બદલવી
કરીકરી ફરિયાદો જીવનમાં, પ્રેમની ક્ષણને નથી વ્યર્થ ગુમાવવી
સમય બદલે સંજોગ બદલે, યાદ પ્રભુ તારી દિલથી નથી મિટાવવી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)