આંખના ઊંડાણમાં ખોવાઈ ગયો, વ્હાલભરી મીઠાશમાં લૂંટાઈ ગયો
અહંતણા અસ્તિત્વમાં મારાપણું ઊભું કરી બેઠો, છું અંશ તારો ભૂલી ગયો
ખમીરવંતી ખાનદાની ખોઈ બેઠો, મોહમાયામાં તો જ્યાં લપેટાઈ ગયો
તારાં હસતાં મુખડાંની માયામાં મોહાઈ ગયો, મિલન રોકતી દીવાલોને તોડતો ગયો
નજર સામે નજર માંડી જ્યાં બેસું, સાનભાન બધું એમાં ભૂલતો ગયો
કોણ છું ને શું નહીં વિસરતો ગયો, તારું ને તારું ચિત્ર આંખ સામે રચતો ગયો
દર્દેદર્દે તો બન્યો દીવાનો, તારા પ્રેમનો તો પરવાનો તો બનતો ગયો
ખુદ તો ખુદમાં ના રહ્યો, માડી તું કરાવે જીવનમાં તો એ કરતો રહ્યો
અદ્ભુત સંબંધોના વણાતા ગયા તાંતણા, મજબૂત એને કરતો ને કરતો ગયો
વિસરાઈ ગઈ ભુલાઈ ગઈ બીજી યાદો, તારી યાદોનું જીવન ઊભું કરતો ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)