છે ભાવનું સ્થાન તો દિલમાં, મચાવે ઉપાડા એ દિલમાં,
જીવનમાં આ વાત કાંઈ નવી નથી
વિચારો ઊઠે છે મનમાં ને મનમાં, સતાવે સદા દિલને દિલમાં,
જીવનમાં આ વાત કાંઈ નવી નથી
અરે જાગે ભલે ભાવો તો દિલમાં ને દિલમાં,
આંખો ઝીલી વહાવે છે એ ભાવોને જગમાં
અરે જાગે છે વિચારો ભલે મનમાં, આપે સાથ દિલને,
દોડમદોડી કરે છે પગ એને પામવા
અદૃશ્યના ઇશારે દૃશ્ય દોડે, તોય દૃશ્ય અદૃશ્યને,
તો ના સ્વીકારે રે જગમાં
અકાર નિરાકાર રહ્યા જગમાં સાથે, સમજીને સમજ કોઈ,
આ જગમાં અપનાવતું નથી
નિરાકારના અંકુશ `મા' છે જગ સારું, વિચારને ભાવ વગર
મનુષ્ય કાંઈ કરી શકતો નથી
લીલા આ પ્રભુની જાણે બધા,
સમજીને કોઈ એને એની રજા વગર સમજી શક્યા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)