ખોદવા નીકળ્યો ખાણ જીવનમાં તો જીવનની
મળ્યા ના હાથમાં હીરામોતી, મળી હાથમાં માટી ને માટી
ખોદતા ખોઈ બેઠો ધીરજ, હતી ના પાસે ધીરજભરી છાતી
રાંધવી હતી રસોઈ સ્વાદભરી, રહી ગઈ રસોઈ કાચી ને કાચી
સ્થાપી કંઈક મૂર્તિઓ હૈયામાં, સ્થાપી ના શક્યો પ્રભુની મૂર્તિ
કરવું ના હતું દુઃખી દિલને, રહ્યો કરતો દિલને દુઃખી ને દુઃખી
હતો જ્યાં કર્તા કર્મોનો પોતે ને પોતે, બની નીકળ્યો કર્મનો ફરિયાદી
લાગ્યા અડચણભર્યાં રસ્તા સુગમ, ચાલતો રહ્યો રાહે કાંટાળી
મુખ પર હતી લાલી ઉલ્લાસની, દઈ દીધી પુરુષાર્થને ફાંસી
ઊલટી રાહે ચાલ્યો જીવનમાં, જગે ઉડાવી તો ત્યાં હાંસી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)