મહોબ્બત તો છે દર્દ એવું, મહોબ્બત એ જ એની દવા છે
વસાવ્યું જે એકને દિલમાં, એ એક જ એની દુનિયા છે
નજરની નજરમાં વસી જે નજર, એ જ નજર એનો ઇશારો છે
જે યાદમાં વણાયું દિલ, એ યાદ જ એનો વિસામો છે
મહોબ્બત બન્યું જેનું જીવન, મહોબ્બત એ જ એનો સહારો છે
પડે ના ચેન જીવનમાં એને, એ જ મહોબ્બતનો ઇશારો છે
મહોબ્બત સહુ કોઈ કરે ના કાંઈ, એ કોઈ એકનો ઇશારો છે
અધૂરી મહોબ્બત કરે સ્વપ્ન પૂરી સ્વપ્ન એનો તો સથવારો છે
વિરહ લાગે સજા એની, પણ વિરહ એ જ એની મજા છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)