મન શું તું સમજી ગયું છે ચાલ મારી, કરી રહ્યું છે તું ભાગમભાગી
ઘડીમાં લાગે આવી ગયું હાથમાં, જાય છે પાછું હાથમાંથી છટકી
કરી કોશિશો ઘણી, રાજી રાખવા તને, સમજાતું નથી થાશે શેમાં તું રાજી
સુખદુઃખ શાને દિલને તારું, સહિયારું નથી લેતું તું ગણી
ઊભી કરી ચિંતાઓ જીવનમાં, ફરી રહ્યું છે જગમાં દિલને ચિંતાઓમાંથી
એક વાર કહીશ તું દિલને, નખરાં તારાં આવાં, ક્યાં સુધી લેવાં ચલાવી
કહી રહ્યું છે વસીએ છીએ સાથે, બનતું નથી શાને તું સાચો સાથી
રહેવું નથી તારે હાથમાં અમારી, રહ્યું છે એમાં તો તું કૂદી
જાણે છે તું તારા વિના કાંઈ ના કરી શકું, કરે છે એમાં તું સતામણી
થઈને ભેગાં, કરી શકીએ શું, ના એ જો જરા વાત મારી તો માની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)