નાવડી મારી રે, હાલકડોલક થાય માડી, સુકાન એનું રે સંભાળ
સંસારતપમાં, તપે જીવન મારું માથે ફેરવ તારા હાથ પ્રેમાળ
બંધ છે દસે દિશાઓનાં મારાં દ્વાર, માડી હવે એને તું ઉઘાડ
રડાવી રહ્યું છે જીવનભર કિસ્મત, મને હવે મને તો તું હસાવ
દુઃખદર્દ થાતાં નથી સહન જીવનમાં, માડી નરમ એને બનાવ
જીરવાતો નથી ત્રાસ વિચારોનો, માડી એમાંથી હવે બચાવ
છે સફર મારી તારાં ધામની, નાવડીને તારાં ધામમાં પહોંચાડ
રસ્તો સૂઝતો નથી, થઈ સુકાની મારી, માડી રસ્તો બતાવ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)