નીકળ્યા જ્યાં અન્યને પોતાના બનાવવા, જીવનમાં અન્યનું બનવું પડશે
ભેદ રાખી નથી શકતા પોતાનાથી, પડશે મિટાવવા ભેદ એમાં
ભેદ વધારશે અંતર જે, ભાગ્ય જીવનમાં ના ભાંગશે
બેકાર થાશે કોશિશો, બેકાર રહેશે સહુનાં હૈયેથી ભેદ ના હટશે
સુખશૈયાની વાત, વાત તો મનડાં ને દિલડાંના તો તારની
હશે દુનિયા સહુની જુદી, મેળ સાધવા પડશે એમાં એના
ખુદના અવગુણોને જીત્યા વિના, અન્ય ઉપર પ્રહાર ના કરવા
કહેશો અન્યને કેમ કરીને, હશે ખુદનાં જીવન ખરડાયેલાં
ભૂલવા પડશે ભેદ એમાં, ભૂલવા પડશે કોણ છે પોતાના
બન્યાં જ્યાં હૈયા, થયાં દ્વાર ખુલ્લાં અપનાવવાનાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)