નાખુશી કેમ છવાઈ ગઈ છે મુખ પર તો તારા
તારી નાખુશીનો તો, શો ઈલાજ છે (2)
પ્રેમભગ્ન નથી, પ્રેમમગ્નતા કેમ પ્રગટી નથી મુખ પર તારા ...
મુખ પર રહે ભાવના ઉતારા, પ્રગટયા નથી ભાવ મુખ પર તારા ...
દિલમાં વહેતાં છૂપાં આંસુ, પાડે છે પડઘા મુખ પર તારા ...
દીધા છે અદીઠ બોલ, છૂપાવવા મથી રહ્યું છે મુખ છુપાણી તારા ...
ગુમાવી બેઠું મુખ તાજગી શાને, જાળવે છે આમન્યા મુખ તારા ...
છે સંબંધ મુખ ને હૈયાના પ્યારા, ત્યજી કેમ દીધા મુખે તારા ...
કહેશો ના મળશે ઉપાય ક્યાંથી, નાખુશીના ઉપાય તારા ...
ધર્મ-અધર્મના ભેદ જાજે ભૂલી, શોધે ઉપાય દિલના તારા ...
પ્રસરવા દે તેજસ્વી આભા આજ મુખ પર તારા ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)