કોણ છેડી ગયું દિલના તાર, દિલની વાત દિલથી દિલને કહેવા દે
થઈ ઊભી ગૂંચવણો જે દિલમાં, દિલની વાત એ દિલને કહેવા દે
ઝણઝણી ઊઠયા તાર દિલના, દિલની એ વાત છેડવા દે
કરી કોશિશો કાબૂ મેળવવા દિલ પર, વાત એ દિલથી છેડવા દે
રહી નથી શકતું દિલ મૂક પ્રેક્ષક બની, રજેરજની વાત દિલને કહેવા દે
નથી કોઈ શત્રુ કરવા, ગણવા મિત્ર કોને દિલને સમજાવવા દે
બચ્યું ના દિલ જે નજરથી, એ નજરની શરમ રાખવા દે
દર્દ જગાવ્યું જે નજરે દિલમાં, એ નજર દિલથી છૂપી રહેવા દે
સુખદુઃખનું કારણ તો એ નજર જ છે, દિલને એ સમજાવવા દે
એ પથ તો છે ન્યારો, એ પથ પર લઈ દિલને દિલથી ચાલવા દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)