મનડાં રે કરવી છે એક વાત, સમજજે તું આ વાત
કરે છે તું ઉધામો, પડે છે ઘસાવું તનડાંને એમાં
રહે છે તનડું સાચવી, આવી જાય છે તોય તારા ચક્કરમાં
નથી એની પાસે બુદ્ધિ, રાખે છે આધાર એ તુજમાં
ગણી સ્થૂળ કરી અવગણના, કરે છે દુઃખી એને એમાં
રહે છે તનડું ધરતીના સંપર્કમાં, વિહરે છે તું તો તનમાં
મળે ના મળે સાથ તુજને, રહે દોડતો તો તું વિશ્વમાં
દોડી ના શકે તનડું તારી સાથે, સમજતો નથી તું આ વાતમાં
સમજાવી સમજાવી થાક્યો, સમજાતું નથી, સમજે તું કઈ ભાષામાં
સર્જી શકે છે તું હકીકત, સમજી શકતો નથી હકીકતમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)