કોણ ક્યાં હતું ક્યાં નહીં, તું ક્યાં હતો ક્યાં નહીં, તાગ નથી એનો મળતો
ક્યાં હતો નથી જાણતો, છે આ જગમાં હકીકત રહ્યો એ સ્વીકારતો
રહ્યો છે શ્વાસ જગમાં લેતો ને લેતો, રહ્યો છે લેતા એ તો લેતો ને દેતો
થયા પૂરા કેટલા જીવનમાં, નથી પાક્કો કોઈ અંદાજ એનો આવતો
રોકી રહ્યા છે રસ્તા કોણ તારા, નથી અંદાજ એનો તો આવતો
નથી કોઈ સંગાથી સાચા, રહ્યો હરેક સંગાથને તો સાચો માનતો
જાળ મનની રહ્યો રચતો, રહ્યો છે એમાં ને એમાં તો બંધાતો
કદી પ્રભુના કાર્ય સામે બંડ પોકારતો, કદી રહ્યા વખાણ એના કરતો
ઉધામા વિચારોમાં રહ્યો અટવાતો, પામવા શાંતિ કોશિશ રહ્યો કરતો
પ્રિયમાં પ્રિય સ્વાર્થને રહ્યો ગણતો, જીવન રહ્યો આમ ને આમ વીતાવતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)