ઊગતી પહોર લાવે સંદેશો, બોલો જીવનમાં, જય સિધ્ધ અંબે (2)
સૂર્યનાં કિરણો દે છે સંદેશા, બોલો જીવનમાં, જય સિધ્ધ અંબે (2)
પક્ષીઓ કરી ગુંજારવ દે છે સંદેશા, બોલો જીવનમાં, જય સિધ્ધ અંબે (2)
ઝાડપાન ડોલી દે છે સંદેશા, બોલો જીવનમાં, જય સિધ્ધ અંબે (2)
ઊછળી દરિયાંનાં મોજાંઓ દે છે સંદેશા, બોલો જીવનમાં, જય સિધ્ધ અંબે (2)
નદી ઝરણાં વહી દે છે સંદેશા, બોલો જીવનમાં, જય સિધ્ધ અંબે (2)
વીજળીઓ ઝબકી દે છે સંદેશા, બોલો જીવનમાં, જય સિધ્ધ અંબે (2)
વરસીને વર્ષા દે છે સંદેશા, બોલો જીવનમાં, જય સિધ્ધ અંબે (2)
વાદળો ગરજીગરજી દે છે સંદેશા , બોલો જીવનમાં, જય સિધ્ધ અંબે (2)
તારલિયા ચમકી દે છે સંદેશા, બોલો જીવનમાં, જય સિધ્ધ અંબે (2)
ચાંદલિયો સ્નેહઝરતો આપે છે સંદેશા, બોલો જીવનમાં, જય સિધ્ધ અંબે (2)
હૈયાની ધડકન તો એમાં બોલ, બોલો જીવનમાં, જય સિધ્ધ અંબે (2)
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)