સ્થિરતા જીવનને હશે જીવનમાં જે સ્થિર, એ જ આપી શકે
હશે ડામાડોળ હૈયા જેનાં, જીવનમાં સ્થિરતા એ ક્યાંથી આપી શકે
ડગમગે છે ડગલાં જેનાં જીવનમાં, અન્યનાં ડગલાં સ્થિર ક્યાંથી રાખી શકે
મહોબ્બતની નાવ ચાલે છે સહુની સંસારમાં, ઊછળતી એ નાવને સ્થિરતા કોણ દેશે
વિચારો ડગમગાવે છે દિલ જેનાં, દિલ એ કાબૂમાં ક્યાંથી રાખી શકે
અધર્મ ને ધર્મના ભેદ જે ભૂંસી નથી શકતા, સ્થિરતા જીવનમાં ક્યાંથી પામશે
પામવા સ્થિરતા ધરતીએ ખૂબ ઘૂમવું પડે, પામી સ્થિરતા, સ્થિરતા આપી શકે
શંકા ડોલાવે નાવ પ્રેમની, પ્રેમને સ્થિરતા, જીવનમાં ક્યાંથી એ આપી શકે
તપે છે સૂર્ય સ્થિરતાથી જગમાં, આસપાસ ગ્રહને ફરતા એ રાખી શકે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)