દિલે દિલથી નક્કી કર્યું, કરવી હોય ફરિયાદ, કરજે ખુદની ખુદની સામે
કર્યાં કામ કેટલાં સાચાં, રાખે છે દાખલા ખોટા શાને આંખની સામે
મંઝિલ નથી જે તારી, રાખે છે એ મંઝિલને શાને તારી આંખની સામે
મળશે જગમાં સર્વ દાખલા, ગોતશે મળશે તને તારી આંખની સામે
થાતાં ને થાતાં રહે છે, સારાં ને નરસાં કૃત્યો તો તારી આંખની સામે
છે તું ક્યાં, જવાનું છે ક્યાં, રાખ સદા તો એ તારી આંખની સામે
હતો તું ક્યાં, પહોંચ્યો છે ક્યાં, બન્યું છે બધું તો એ તારી આંખની સામે
સુખમાં તણાયો, દુઃખમાં તણાયો, કર્યું બધું તો એ તારી આંખની સામે
પકડી રસ્તા ખોટા જીવનમાં, ફસાયો તો એમાં, એ તારી આંખની સામે
ગયો ભૂલી ઉપકાર અન્યના ને પ્રભુના, કર્યું બધું એ તારી આંખની સામે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)