યાદોની યાદો, યાદોને યાદ રાખનારાઓ સમયના વહેણમાં તણાઈ ગયા
યાદોને યાદ રાખી વારસામાં દઈ ગયા ઇતિહાસકારો એ તો કહેવાયા
હતાં કંઈક જીવન, ગુણોના ભંડાર ભર્યાં, જગતનાં હૈયામાં એ વસી ગયાં
હતાં કંઈક જીવન, અવગુણોની સીમા વટાવી ગયાં, જગતની જીભ પર રમી રહ્યાં
રાવણ પણ યાદ રહી ગયા, રામ જનહૈયામાં તો વસી ગયા
રહી ના ધરતી ખાલી બંને વિના, કંઈકનાં માનસ ઉપર છવાઈ ગયા
જીવજંતુ જેવું જીવન જે જીવી ગયા, યાદ સમય એની તો છંદી ગયા
કોઈ જીવન જંગમાં હાર્યા, કોઈક જીવ્યા સમય, હસ્તી બંનેની નોંધી ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)