દર્દથી જીવનમાં જ્યાં દામન ભર્યું, હાસ્ય જીવનનું એમાં ખોયું
ચિત્ત દર્દે જ્યાં એમાં ખેંચ્યું, ના ચિત્ત એમાં બીજે ચોંટયું
ના દર્દ કાંઈ એમ ને એમ ધસી આવ્યું, હોશિયારી આપણી એને લાવ્યું
ગમ્યું કે ના ગમ્યું, સર્જનહાર ખુદ તો જ્યાં એનું બન્યું
દર્દ દૂર કરવામાં ને કરવામાં, દિલ ધીરજ ખોઈ બેઠું
દર્દની દુનિયામાં મનડું જ્યાં પેઠું, માલિક એનું એને માની બેઠું
હતાશા ને નિરાશાનો સંગ જ્યાં એને મળ્યો, દર્દ ઘેરું એમાં બન્યું
ફરિયાદ ને ફરિયાદમાં એવું ખોવાયું, પ્રેમભરી યાદ એ ભૂલ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)