એક વાર તો આવો હૈયામાં તમે મારા વ્હાલા, તમને મારા સમ છે
હૈયાના વેરી બની શાને બેઠા, કયા ભાવે તમને આવતા રોક્યા
કરાવીશું પ્રેમતણાં પાન તમને, મારી વ્હારે ન આવો, તમને મારા સમ છે
કરશું અંતરનાં અંતર તો ઓછાં, વ્હાલા ના આવો તમે, તમને મારા સમ છે
નથી અબોલા કાંઈ આપણે લીધા, ના આવો તમે તો, તમને મારા સમ છે
નથી કાંઈ આપણે સમદુઃખિયા સુખદુઃખના જાણવા તો મળે છે
વસાવ્યા નજરમાં તમને અમે, છૂપાવો નજર તમે, તમને મારા સમ છે
રહેવું નથી કાંઈ આપણે જુદા, કરજો મદદ એક થવા, ના આવો તમને મારા સમ છે
નથી આંસુઓ પાસે ઝાઝાં, જણાવો કેમ પિગળાવવા, ના જણાવો તમને મારા સમ છે
ભાગ્યના લોચા વાળવા, ભાવના લોચા નથી વાળવા, ના અમને તો તમને મારા સમ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)