વિશ્વપતિ તારા શા વખાણ કરું, સોનાચાંદી વેરે સવારસાંજ આકાશમાં
કરાવે દર્શન નિત્ય તારાં વૈભવનાં, મૂકે લૂંટવા સહુને વૈભવ ખુલ્લાં
ભલે ના કસર કાંઈ તું એમાં કરાવે, દર્શન સહુને તો તારા વૈભવનાં
તારા દિલની કોમળતામાં, ભીંજવે તું નિત્ય ધરી કરાવે દર્શન એનાં
થઈ રાજી જગ પર ધરતી ઉપર પૂરે, નિત્ય લીલા રંગના તો સાથિયા
નીલ વર્ણના આકાશમાં ટાંકી ભાત તેં તારલિયાની એમાં સદા
રમતિયાળ વ્હેતી નદીના કલકલ સાથે પક્ષીઓના કલરવ ભેળવ્યા
અનેક રસવાળાં કરી ફળો ઉત્પન્ન, ધરતીને રસથી તરબોળ કર્યાં
વિશ્વપતિ કરેએ દર્શન જગમાં આવાં, તારા નિત્ય તો વૈભવના
કરેએ નિત્ય દર્શન તારા વૈભવનાં, તારા દર્શન વિના બધા અધૂરા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)