તારા વિચારોને સાથે રાખી, તું તેને જો જરા
કેવી ભાત પડે છે તેની, તેનો મનમાં વિચાર કર જરા
તારા વિચારોમાંથી, તારા સ્વરૂપની ઝાંખી કર તું જરા
સુધરે એટલા તું સુધારી લેજે, બીજી ફિકર ના કર જરા
વિચારોથી જગમાં થયા છે મહાન જ્યાં ઘણા
ખોટા વિચારોથી પતન થયાં છે આ જગમાં કંઈકનાં
શક્તિ ભરી છે અનોખી એમાં, વિચારી ઉપયોગ કર સદા
નિયંત્રિત રાખજે તું તારા વિચારોને, શક્તિ મળશે સદા
મહાન ગ્રંથો છે વિચારોનું ફળ, સદા માર્ગદર્શન કરી રહ્યા
ગીતાના વિચારોની અમર ધારા, સદા આધાર બની રહ્યા
વિચારોને બનાવીને સુંદર, સુંદર જીવન કંઈક જીવી ગયા
સદવિચારો સહીને અનેક, જીવન પોતાનાં મહાન કરી ગયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)