રહી છે જગમાં તો સહુમાં કોઈ ને કોઈ તો ખૂબી
શોધશે તો મળશે સહુમાં તને કોઈ ને કોઈ તો ખૂબી
જીતી લેશે કંઈક હૈયા, હશે પાસે તો જેની, મધઝરતી વાણી
હશે આંખો કોઈકની એવી, હશે પ્રેમની વર્ષા વરસાવતી
હશે કોઈ મુખ પર છાયા ગમગીનીની, સહુને ગમગીન બનાવતી
હશે કોઈ મુખ પર છાયા ઉલ્લાસની, હશે ઉલ્લાસ એ ફેલાવતી
હશે કોઈમાં મસ્તીની છાયા તરવરતી, હોય સદા એવી મસ્તીભરી
હોય પ્રતિભા કોઈની ધીર ને ગંભીર, દે વાતાવરણ ગંભીર બનાવી
હોય કોઈ મુખ પર રેખાઓ તો સદા રુદન ને રુદનની
જાણી લેશે જ્યાં આ ખૂબી, પડશે ના વરતવામાં મુશ્કેલી
સદ્દગુરુ શ્રી દેવેન્દ્ર ઘીયા (કાકા)